ક્રિકેટ જગતમાં હાલમાં સૌથી મોટી ચર્ચા ૧૫ વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને ચાલી રહી છે. શુક્રવારથી આયર્લેન્ડના બેલફાસ્ટમાં શરૂ થઈ રહેલી બે મેચની T20 શ્રેણી સાથે ભારતીય ટીમ એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહી છે. આ મેચમાં બધાની નજર એ વાત પર ટકેલી છે કે શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે કે નહીં.


શ્રેયસ અય્યર કપ્તાન, ગંભીર સામે મોટો સવાલ

વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં આ શ્રેણી માટે શ્રેયસ અય્યરને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પ્રથમ મેચની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી એ મોટો પડકાર રહેશે. અય્યર અને ગંભીરની જોડી ટીમમાં યુવા જોશ અને અનુભવ વચ્ચે કેવું સંતુલન બનાવે છે અને વૈભવને ટીમમાં સ્થાન આપે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

સોશિયલ મીડિયા પર વૈભવની પોસ્ટથી મચ્યો ખળભળાટ

આયર્લેન્ડ સામેની મેચ પહેલા જ વૈભવ સૂર્યવંશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માત્ર બે શબ્દો લખ્યા: "નવો અધ્યાય" (New Chapter). તેની આ ટૂંકી પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઈ છે અને ક્રિકેટ ચાહકો તેમજ વિશ્લેષકો અટકળો લગાવી રહ્યા છે કે વૈભવને પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે.

આઈપીએલ ૨૦૨૬ નો હીરો હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવા તૈયાર

માત્ર ૧૪ વર્ષની ઉંમરે આઈપીએલ (IPL) માં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને સન્સેશન મચાવ્યું હતું. તાજેતરમાં જ સંપન્ન થયેલી આઈપીએલ ૨૦૨૬ ની સીઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા ૭૭૮ રન ફટકાર્યા હતા અને સીઝનના અંતે પાંચ વ્યક્તિગત એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા હતા. વૈભવે સાબિત કર્યું છે કે તે લાંબી રેસનો ઘોડો છે અને હવે તે આયર્લેન્ડ સામે ભારતીય જર્સીમાં ધમાલ મચાવવા સંપૂર્ણ તૈયાર દેખાઈ રહ્યો છે.


આ પણ વાંચો : Vaibhav Sooryavanshi સિવાય જય મૂન્દ્રા પણ આયર્લેન્ડમાં કરી શકે છે ડેબ્યૂ

  • Follow us on: