ભારત અને આયર્લેન્ડ વચ્ચેની આગામી T20I સિરીઝ પહેલા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે, ત્યારે ભારતીય મૂળનો બીજો ખેલાડી પણ ચર્ચામાં છે. રાજસ્થાનમાં જન્મેલા ફાસ્ટ બોલર જય મૂન્દ્રા આ અઠવાડિયે આયર્લેન્ડ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરી શકે છે.
રાજસ્થાનના ટોંક જિલ્લાના રહેવાસી 28 વર્ષના જય મૂન્દ્રાને ભારત સામેની T20I સિરીઝ માટે આયર્લેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લેફ્ટ ફાસ્ટ બોલર જય 2021 માં એમટેક ડિગ્રી મેળવવા માટે સ્ટુડન્ટ વિઝા પર આયર્લેન્ડ ગયો હતો.
તેને અભ્યાસ દરમિયાન ક્રિકેટ રમવાનું અને ત્યાં કામ કરવાનું ચાલુ રાખ્યું. તેના સતત પ્રદર્શને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું અને 2025માં આઈરિશ નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી તે હવે રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશી ગયો છે.
ઘરમાં ખુશનુમા વાતાવરણ
જય મૂન્દ્રાની સફળતાએ તેના પરિવાર અને સમગ્ર ટોંક જિલ્લામાં ખુશી ફેલાવી છે. પરિવાર કહે છે કે તેની આક્રમક બોલિંગ અને ઉપયોગી બેટિંગે તેને આ સ્થાન પર પહોંચાડ્યો છે. જયની પસંદગી બાદ તેમના ઘર અભિનંદની શુભેચ્છાઓથી છલકાઈ ગયું છે. પરિવાર માટે આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ વર્ષોના સપના સાકાર થવાની ક્ષણ છે. તેની માતાએ કહ્યું કે તેના દીકરાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહોંચીને તેનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
ભારત અને આયર્લેન્ડ 26 અને 28 જૂનના રોજ 2 T20I મેચ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ 5 T20I અને 3 ODI માટે ઈંગ્લેન્ડ જશે. T20 વર્લ્ડકપ જીત્યા પછી આયર્લેન્ડ સામેની આ સિરીઝ ભારતની પહેલી T20I હશે, જેમાં શ્રેયસ ઐયર ટીમની કેપ્ટનશીપ કરશે.
ભારત સામેની T20I માટે આયર્લેન્ડ ટીમ
લોર્કન ટકર (કેપ્ટન), રોસ અડાયર, બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીસ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકાર્થી, જય મૂન્ડ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન.
આયર્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા