ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ માટે તેને હવે ICC તરફથી નોંધપાત્ર પુરસ્કાર મળ્યો છે. ICC દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રેન્કિંગમાં તેને નોંધપાત્ર છલાંગ લગાવી છે. 


આ વખતે તેને ODI બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ સાથે તેની પાસે હવે રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવવાની તક છે.  

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું વર્ચસ્વ

ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ છે. ટોપ 5 ખેલાડીઓમાંથી 3 ભારતીય ખેલાડીઓ છે. શુભમન ગિલ ત્રણ સ્થાન આગળ વધીને બીજા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવી ગયો છે, જ્યારે રોહિત શર્મા ચોથા નંબર પર છે.

કેએલ રાહુલ રેન્કિંગમાં 2 સ્થાન નીચે આવી ગયો છે અને હવે તે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડનો શક્તિશાળી બેટ્સમેન ડેરિલ મિચેલ 815 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર યથાવત છે, જ્યારે શુભમન ગિલ 791 રેટિંગ પોઈન્ટ સાથે થોડો પાછળ છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ શુભમન ગિલને નંબર 1 સ્થાન પાછું મેળવવાની શાનદાર તક આપશે.

અફઘાનિસ્તાન સિરીઝમાં શુભમન ગિલે મચાવી ધૂમ

શુભમન ગિલના બેટે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI સિરીઝમાં ધૂમ મચાવી. તેને એકમાત્ર ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી, જેમાં તેને સૌથી વધુ 126 રન બનાવ્યા. ત્યારબાદ તેને 2 ODI ઈનિંગમાં 135ના સ્ટ્રાઈક રેટ સાથે 238 રન બનાવ્યા. કેપ્ટન તરીકે આ તેની પહેલી ODI સિરીઝ જીત હતી. ઈંગ્લેન્ડના પ્રવાસ પર તેને કડક કસોટીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: