IPL 2026 પછીની આગામી સીઝન માટે ટ્રેડ વિન્ડો ખુલી ગઈ છે. IPL 2027 માટેની પહેલી ટ્રેડ ડીલ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થઈ હતી, જેમાં રિષભ પંત દિલ્હી પરત ફર્યો હતો, જ્યારે કુલદીપ યાદવ LSGમાં ગયો હતો.


આ દરમિયાન એવા દાવાઓ સામે આવ્યા છે કે હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવાઓ સામે આવ્યા છે કે ચેન્નાઈ ખલીલ અહેમદ અને શિવમ દુબેના બદલામાં હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે. પરંતુ આ દાવાઓમાં કેટલી સત્યતા છે? તે જાણો.

જાણો શું છે સત્ય?

IPL 2026 દરમિયાન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ હાર્દિક પર મોટો નિર્ણય લઈ શકે છે. હવે એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ હાર્દિક પંડ્યાના બદલામાં શિવમ દુબે અને ખલીલ અહેમદને રિલીઝ કરવા તૈયાર છે.

હાર્દિક પંડ્યા કે CSK તરફથી ટ્રેડ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી  

મીડિયા રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સને ટ્રેડ ઈન્ક્વાયરી દરમિયાન મળેલી માહિતીમાં હાર્દિક પંડ્યાનું નામ ક્યાંય ઉલ્લેખિત નથી. હાર્દિકનું ચેન્નાઈ સુપર કિંગ્સમાં જવાની વાત ઓછામાં ઓછી હાલ પૂરતી માત્ર એક અફવા છે. હાર્દિક કે ચેન્નાઈ સુપર કિંગ્સ કે BCCI દ્વારા હાર્દિકના ટ્રેડ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ દરમિયાન સાઉથ આફ્રિકાના અનુભવી ડેવિડ મિલરના CSKમાં જોડાવાની અફવાઓએ જોર પકડ્યું છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે ખલીલ અહેમદ અને ડેવિડ મિલરના ટ્રેડની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા


  • Follow us on: