બિહારના સમસ્તીપુરના રહેવાસી અને માત્ર 15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખાસ ઓળખ બનાવી છે. નાની ઉંમરે જ તેને એવા રેકોર્ડ બનાવ્યા છે, જે તોડવા માટે મોટા ખેલાડીઓને પણ વર્ષો લાગી જાય છે. વૈભવ આજે ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા પ્રતિભાશાળી ખેલાડીઓમાં ગણાય છે.


સૌથી નાની ઉંમરે IPL કરાર મેળવનાર ખેલાડી

વૈભવ સૂર્યવંશીએ IPL ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે કરાર મેળવનાર ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું. રાજસ્થાન રોયલ્સે IPL મેગા ઓક્શનમાં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, જેના કારણે તે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

શ્રીલંકા A સામેની મેચમાં વૈભવે માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારીને વિશ્વ ક્રિકેટમાં અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. લિસ્ટ-A ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી માનવામાં આવે છે.

સૌથી ઓછી ઉંમરે IPLમાં 700થી વધુ રન

IPL 2026માં વૈભવે શાનદાર પ્રદર્શન કરીને 776 રન બનાવ્યા હતા. આ સાથે તે IPLમાં સૌથી ઓછી ઉંમરે 700થી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે રમતાં વૈભવે માત્ર 58 બોલમાં સદી ફટકારી હતી. આ અંડર-19 ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી ભારતીય સદી અને વિશ્વની બીજી સૌથી ઝડપી સદી ગણાય છે.

સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ

વૈભવે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 59 બોલમાં 150 રન પૂર્ણ કરીને વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપથી 150 રન સુધી પહોંચવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે સિદ્ધિઓ મેળવી છે તે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે. તેની બેટિંગ ક્ષમતા અને સતત રેકોર્ડ તોડતા પ્રદર્શનને કારણે તેને ભવિષ્યનો સ્ટાર ક્રિકેટર માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: