21 જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ દાંબુલા મેદાન પર ભારત અને શ્રીલંકાની A ટીમો વચ્ચે રમાયેલી ODI ટ્રાય સિરીઝની ફાઈનલમાં 66 રનથી જીત મેળવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. બધાની નજર ટીમ ઈન્ડિયાના 15 વર્ષના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર હતી, જેનું બેટ ODI ટ્રાય સિરીઝના લીગ તબક્કામાં અદ્રશ્ય રહ્યું હતું.
ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગ કૌશલ્ય સ્પષ્ટ દેખાઈ આવ્યું, તેને માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સહિત શાનદાર 94 રન બનાવ્યા. તેને માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેનાથી તે લિસ્ટ A ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો. શ્રીલંકાના ખેલાડીઓ વૈભવને 50 રન બનાવ્યા બાદ અભિનંદન આપતા જોવા મળ્યા.
છેલ્લી મેચમાં થયો હતો ઝઘડો
શ્રીલંકા A ટીમ સામેની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં જ્યારે ભારતીય ટીમ સુપર ઓવરમાં હારી ગઈ, ત્યારે મેચ પછી શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ અને વૈભવ સૂર્યવંશી વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થઈ ગઈ. આના કારણે ઘણી ચર્ચા થઈ, અને મેચ રેફરીએ શ્રીલંકાના ખેલાડીઓને દંડ પણ ફટકાર્યો. આના કારણે બધાની નજર ફાઈનલ મેચ પર હતી.
આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગથી બધાને શાંત કરી દીધા, જ્યારે તેને માત્ર 11 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી, ત્યારે શ્રીલંકા Aના વિકેટકીપર-બેટ્સમેન નિરોશન ડિકવેલાએ તેની પીઠ થપથપાવીને તેને અભિનંદન આપ્યા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આયર્લેન્ડ પ્રવાસ પર વૈભવના ઈન્ટરનેશનલ ડેબ્યૂની રાહ
IPL 2026માં વૈભવ સૂર્યવંશીની બેટિંગ કુશળતા જેણે સિઝનનો અંત સૌથી વધુ રન સાથે કર્યો હતો, તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાવ્યું. ટ્રાય સિરીઝના સમાપન પછી વૈભવ સૂર્યવંશીની ભારતીય સિનિયર ટીમની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે પસંદગી કરવામાં આવી. દરેક વ્યક્તિ વૈભવના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં 26 જૂનથી શરૂ થનારી આયર્લેન્ડ સામેની 2 મેચની T20I સિરીઝમાં રમવાની તકનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા