ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં અફઘાન ટીમની પ્રથમ ઈનિંગ બેટિંગ કરતા 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયાની ઈનિંગ એક પણ બોલ ફેંક્યા વિના સીધા 5 રનથી શરૂ થઈ.
આ પાછળનું મુખ્ય કારણ અફઘાનિસ્તાન ટીમના બેટ્સમેનોની મોટી ભૂલ છે જેના કારણે તેમની ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે પ્રસિદ્ધ કૃષ્ણાની અદ્ભુત બોલિંગ જોઈ, જે તેના વનડે કરિયરમાં પ્રથમ વખત 5 વિકેટ લેવામાં સફળ રહ્યો.
કેપ્ટન હશમતુલ્લાહને ભૂલ માટે 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો
પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને પ્રથમ 10 ઓવરમાં જ પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ તેમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ એક છેડેથી ઈનિંગને સ્થિર કરી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અફઘાનિસ્તાનની ઈનિંગની 40મી ઓવરના છેલ્લા બોલ પર હશમતુલ્લાહ શાહિદીએ રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં તેને ના પાડી દીધી.
હશમતુલ્લાહ શાહિદી પીચની વચ્ચે દોડી ગયો, જેના કારણે મેદાન પરના એમ્પાયરે તરત જ તેના કેપ્ટન પર 5 રનનો દંડ ફટકાર્યો. પરિણામે જ્યારે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની ભારતીય જોડી ટાર્ગેટનો પીછો કરવા માટે આવ્યા, ત્યારે ટીમ ઈન્ડિયા ઈનિંગ શરૂ થાય તે પહેલાં જ 5 રન બનાવી ચૂકી હતી.
હશમતુલ્લાહે અફઘાનિસ્તાન માટે બીજી સૌથી ધીમી સદી ફટકારી
ભારત સામેની ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ માત્ર પોતાની પહેલી વનડે સદી જ નહીં, પણ અફઘાન માટે સૌથી ધીમી વનડે સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વધુમાં હશમતુલ્લાહ શાહિદી ભારત સામે કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન કેપ્ટન છે.
વનડેમાં અફઘાનિસ્તાન માટે સૌથી ધીમી સદી
ઈબ્રાહિમ ઝદરાન - 131 બોલ (મુંબઈ, 2023)
હશમતુલ્લાહ શાહિદી - 126 બોલ (ચેન્નાઈ, 2026)
ઉસ્માન ગની - 125 બોલ (બુલાવાયો, 2014)
રહમત શાહ - 125 બોલ (ગ્રેટર નોઈડા, 2017)
સાદીકુલ્લાહ અટલ - 125 બોલ (હરારે, 2024)
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા