ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સિરીઝની ત્રીજી મેચ 20 જૂને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. ત્રીજી ODIમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને 3-0થી વ્હાઈટવોશ કરવાનું ટાર્ગેટ રાખશે. 


આ દરમિયાન અફઘાનિસ્તાન ભારત સામે પોતાની પહેલી ODI જીત નોંધાવવાનું ટાર્ગેટ રાખશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા એક ખાસ રેકોર્ડ લિસ્ટમાં ન્યુઝીલેન્ડની બરાબરી કરવાનું ટાર્ગેટ રાખશે.

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના રેકોર્ડની બરાબરી કરવા માગશે

ભારતીય ટીમ આ મેચ જીતવાનો અને 2010 પછી દ્વિપક્ષીય ODI સિરીઝમાં 14મી ક્લીન સ્વીપ હાંસલ કરવાનો લક્ષ્ય રાખશે. જો ભારત આ મેચ જીતે છે, તો તે 2010 પછી ODI સિરીઝમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાના ન્યુઝીલેન્ડના રેકોર્ડની બરાબરી કરશે. હાલમાં આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે, જેણે 2010 થી 14 વખત વિરોધી ટીમોને સંપૂર્ણપણે વ્હાઈટવોશ કરી છે.

ટીમ ઈન્ડિયાએ 2010 થી 13 વખત ક્લીન સ્વીપની હાંસલ કરી સિદ્ધિ

2010થી ભારતીય ટીમે 13 વખત દ્વિપક્ષીય ODI સિરીઝમાં ક્લીન સ્વીપની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની છેલ્લી ODI ક્લીન સ્વીપ 2023માં શ્રીલંકા સામે હતી. સાઉથ આફ્રિકા આ ​​લિસ્ટમાં ત્રીજા નંબરે છે, જેણે 2010 થી 11 વખત ODI સિરીઝમાં ક્લીન સ્વીપ હાંસલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે શું ટીમ ઈન્ડિયા ચેન્નાઈમાં રમાનારી આ ODI મેચ જીતીને ઈતિહાસ રચી શકે છે.

2026 માં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ODI સિરીઝમાં હરાવ્યું

રસપ્રદ વાત એ છે કે, ઘરઆંગણે ભારતને ODI સિરીઝમાં હરાવનાર છેલ્લી ટીમ ન્યુઝીલેન્ડ હતી, જેણે આ વર્ષની શરૂઆતમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. આ ભારતીય ટીમને માત્ર અફઘાનિસ્તાનને હરાવવાની જ નહીં પરંતુ ન્યુઝીલેન્ડના મહત્વપૂર્ણ રેકોર્ડની બરાબરી કરીને વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવવાની પણ એક મોટી તક આપે છે. ચેન્નાઈની પીચ સ્પિન બોલરો માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી ભારતીય ટીમ આ મહત્વપૂર્ણ રેકોર્ડ હાંસલ કરવા માટે કટિબદ્ધ રહેશે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: