ભારત અને આયરલેન્ડ વચ્ચે ટૂંક સમયમાં T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવાની છે. હાલમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે વનડે સિરિઝ રમી રહી છે, જેમાં 2 મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. 


સિરિઝની છેલ્લી મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા આયરલેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં 26 જૂનથી 2 મેચની T20 સિરિઝ રમાશે. આ સિરિઝ 28 જૂને પૂર્ણ થશે.

સિરિઝમાં નવા કેપ્ટનની આગેવાની

આયરલેન્ડ સામેની T20 સિરીઝમાં શ્રેયસ ઐયર ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે જોવા મળશે. તાજેતરમાં BCCIએ સૂર્યકુમાર યાદવને હટાવીને શ્રેયસ ઐયરને ટીમની કમાન સોંપી છે. ટીમમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તેમના ઈન્ટરનેશનલ ડેબ્યૂની શક્યતા વધી ગઈ છે. જો તેઓને તક મળે તો તેઓ ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી શકે છે.

ભારતની આગામી મેચો

આયરલેન્ડ બાદ ભારતીય ટીમ સીધી ઈંગ્લેન્ડ જશે, જ્યાં 1 જુલાઈથી 5 મેચની વનડે સિરિઝ રમાશે. BCCI દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ટીમની ક્ષમતા આ સિરિઝમાં પરખાશે.

આયરલેન્ડ T20 સિરિઝ માટે ભારતીય ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસકેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: