ભારતે અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં 170 રનથી શાનદાર જીત મેળવી. આ જીત સાથે મેન ઈન બ્લુએ 3 મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી. આ જીતના હીરો શુભમન ગિલ અને ઈશાન કિશન હતા, જેમને સદી ફટકારીને મેચને એકતરફી બનાવી દીધી.
ભારતની શાનદાર બેટિંગ
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ મુલાકાતી બોલરોને હેરાન કર્યા. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી, પરંતુ યશસ્વી જયસ્વાલ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયા અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો. રોહિતે 39 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું.
શુભમન ગિલ અને ઈશાન માટે સદી
બે વિકેટ ગુમાવવા છતાં ભારતનો રન રેટ સ્થિર રહ્યો. શુભમન ગિલે ધમાકેદાર ઈનિંગ રમી, 110 બોલમાં 154 રન બનાવ્યા, જેમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઈશાન કિશને પણ આક્રમક રમત ચાલુ રાખી, 79 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 125 રન બનાવ્યા.
અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો
શુભમન ગિલ અને ઈશાન કિશનના આઉટ થયા પછી રન રેટ ધીમો પડ્યો પરંતુ પાછળથી ભારતીય બેટ્સમેનોએ થોડી લય મેળવી, પરંતુ વિકેટો પડતી રહી. શ્રેયસ ઐયરે 26 રન, વોશિંગ્ટન સુંદરે 19 રનનું યોગદાન આપ્યું અને ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાન માટે નાંગેલિયા ખરોટીએ સૌથી વધુ 4 વિકેટ લીધી, આ સિવાય રાશિદ ખાને 3 વિકેટ, અલ્લાહ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી.
અફઘાનિસ્તાનના ઓપનરો રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને 41 અને 21 રન સાથે મજબૂત શરૂઆત કરી, ત્યારબાદ સિદ્દિકુલ્લાહ અટલના મહત્વપૂર્ણ 42 રન હતા. રહમત શાહે પોતાની હિંમત જાળવી રાખી, પરંતુ વિકેટો સતત પડતી રહી અને ટીમ 44.3 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રહમત શાહના 79 રનથી અફઘાનિસ્તાનની ટીમ મોટી હારથી બચી ગઈ.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા