ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 


આ પછી અફઘાનિસ્તાનની ટીમ 44.2 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેમાં ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ લીધી હતી. આ મેચ માટે અફઘાનિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ 3 ફેરફાર કરવામાં આવ્યા છે.

ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, પરંતુ એક સમયે એવું લાગતું હતું કે તેઓ 100 રનથી ઓછા રનમાં ઓલઆઉટ થઈ જશે. પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગને કારણે ભારતે મજબૂત શરૂઆત કરી. ત્યારબાદ હશ્મતુલ્લાહ શાહિદીની શાનદાર સદીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.

અફઘાનિસ્તાનની ખરાબ શરૂઆત

અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી, તેને ફક્ત 10 ઓવરમાં જ પોતાની પહેલી 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​પાંચમી વિકેટ માટે 105 રનની પાર્ટનરશીપ કરી. અઝમતુલ્લાહ ઓમરઝાઈના આઉટ થયા પછી અફઘાનિસ્તાનની ઈનિંગ થોડી જ વારમાં પડી ભાંગી. હશમતુલ્લાહ શાહિદી 102 રન બનાવવામાં સફળ રહ્યો. 

હશમતુલ્લાહ શાહિદીએ રચ્યો ઈતિહાસ

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ODI ક્રિકેટમાં પહેલી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. હશમતુલ્લાહ શાહિદીએ 131 બોલમાં 102 રનની શાનદાર અને સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને કુલ 13 ચોગ્ગા અને એક જબરદસ્ત છગ્ગો ફટકાર્યો. શાહિદીનો સ્ટ્રાઈક રેટ 77.86 હતો. તે આખરે પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગમાં શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો. પોતાની શક્તિશાળી ઈનિંગથી શાહિદીએ ટીમનો સ્કોર 218 રન સુધી પહોંચાડ્યો. 

પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી 5 વિકેટ

ભારતીય ટીમ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી સફળ બોલર રહ્યો, તેને 5 બેટ્સમેનોને આઉટ કર્યા. આ પહેલી વાર છે જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 વિકેટ લીધી છે. હર્ષ દુબે, પ્રિન્સ યાદવ અને ગુરનુર બ્રારે 1-1 વિકેટ લીધી. 

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: