2027 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ટ્રેડિંગ વિન્ડો ખુલી ગઈ છે, અને પહેલો ટ્રેડ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થયો છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ પરત ફર્યો છે, જ્યારે કુલદીપ યાદવ હવે દિલ્હીથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથેના પોતાના સંબંધોનો અંત લાવી શકે છે. બે ભૂતપૂર્વ IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે આ ઓલરાઉન્ડરને તેમની ટીમમાં સામેલ કરવામાં રસ દર્શાવ્યો છે.
KKR અને MI મેનેજમેન્ટ વચ્ચે ચર્ચા
હાર્દિક પંડ્યાના ટ્રેડ ડીલથી વાકેફ એક IPL આંતરિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોલકાતા નાઈટ રાઈડર્સના ટોપ મેનેજમેન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સના માલિકો વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ છે. હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સ સાથે પુનઃ જોડાણ તોફાની રહ્યું છે. તેમના નેતૃત્વમાં ટીમ ફક્ત 1 જ વાર પ્લેઓફમાં પહોંચી છે.
સૂત્રએ જણાવ્યું કે અજિંક્ય રહાણે વચગાળાનો કેપ્ટન હતો અને આ સિઝન પછી તેને રિલીઝ કરવામાં આવશે. KKRના ટોપના અધિકારીઓએ ગયા સિઝનના અંતમાં મુંબઈ ઈન્ડિયન્સ માલિકો સાથે વાત કરી હતી, પરંતુ રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભાને કારણે IPL ડીલને પ્રાથમિકતા આપવામાં આવી ન હતી.
એવું માનવામાં આવે છે કે KKR એ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સના ટોપ મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને ચર્ચાના ઘણા રાઉન્ડ થયા છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.
હાર્દિક પંડ્યાને KKRમાં કેપ્ટનશીપ મળી શકે છે
જો હાર્દિક પંડ્યા KKR માં જોડાય છે, તો તે કેપ્ટનશીપ સંભાળશે તે ચોક્કસ છે, કારણ કે રિંકુ સિંહ હાલમાં KKR માટે સારો વિકલ્પ નથી લાગતો. પરંતુ સૂત્રએ સ્પષ્ટ કર્યું નથી કે હાર્દિક પંડ્યાની ટ્રેડ ડીલ ફક્ત પૈસા માટે હશે કે ખેલાડીના બદલામાં. IPL ટ્રાન્સફર નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ ખેલાડી ખાનગી રીતે બીજી ફ્રેન્ચાઈઝી સાથે ડીલ કરી શકતો નથી. નિયમોમાં એ પણ જણાવાયું છે કે ફ્રેન્ચાઈઝી વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે, પરંતુ ખેલાડીની સંમતિ જરૂરી છે.
રાજસ્થાને પણ હાર્દિકને ખરીદવામાં રસ દાખવ્યો
રાજસ્થાને પણ હાર્દિકમાં રસ દર્શાવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલના બદલામાં હાર્દિક પંડ્યાને ખરીદવાની ઓફર મળી છે, પરંતુ વાટાઘાટો આગળ વધી છે કે નહીં તે સ્પષ્ટ નથી. પરંતુ રાજસ્થાન રોયલ્સ આસામના સ્ટાર રિયાન પરાગને તેમના લાંબા ગાળાના કેપ્ટન તરીકે ધ્યાનમાં લઈ રહી છે. તેથી હાર્દિક પંડ્યા માટે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ મેળવવાની શક્યતાઓ મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા