ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે પાકિસ્તાન વિમેન્સ ક્રિકેટ ટીમ સામે એકતરફી જીત મેળવી. સ્પિન ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 


દીપ્તિ શર્માએ આ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. હવે તેણે પાસે આગામી મેચમાં ઈતિહાસ રચવાની તક છે. જો તે નેધરલેન્ડ્સ સામે 2 વિકેટ લેશે, તો તે એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે. 

દીપ્તિ શર્મા પાસે ઈતિહાસ રચવાની તક

દીપ્તિ શર્માએ પહેલા પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામે અણનમ 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ફિલ્ડિંગમાં 1 રન-આઉટ કર્યો હતો. પરંતુ તેનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન તેની બોલિંગમાં રહ્યું, તેને 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 બેટ્સમેનોને આઉટ કર્યા. આ સાથે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી, અને આ સિદ્ધિ મેળવનારી વિશ્વની બીજી મહિલા બોલર બની. 

ટીમ ઈન્ડિયાની આગામી મેચ 17 જૂને નેધરલેન્ડ્સ સામે છે. જો દીપ્તિ શર્મા વધુ 2 વિકેટ લે છે, તો તે મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. નંબર 1 સ્થાન ધરાવતી ઝુલન ગોસ્વામીના નામે 355 વિકેટ છે, જ્યારે દીપ્તિ શર્માએ અત્યાર સુધીમાં 354 વિકેટ લીધી છે. 

દીપ્તિ શર્માની નજીક હાલમાં કોઈ નથી

હાલમાં કેથરિન સાયવર-બ્રન્ટ 335 વિકેટ સાથે ત્રીજા નંબરે છે. ઈંગ્લેન્ડની દિગ્ગજ ફાસ્ટ બોલર કેથરિન હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની અનુભવી ખેલાડી એલિસ પેરીના નામે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 332 વિકેટ છે. ઈંગ્લેન્ડની અનુભવી ખેલાડી સોફી એક્લેસ્ટોનના નામે પણ 327 વિકેટ છે. પરંતુ એલિસ પેરી પોતાના કરિયરના અંત તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. પરંતુ સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્મા વચ્ચે હરીફાઈ થવાની શક્યતા છે. 

આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!

  • Follow us on: