આયર્લેન્ડની ટીમને "B" ટીમ કહેવામાં આવી રહી હતી કારણ કે તેના 6 મુખ્ય ખેલાડીઓ ઈજાને કારણે સિરીઝનો ભાગ ન હતા. એવું માનવામાં આવતું હતું કે સ્ટાર્સથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડને હરાવી દેશે.
પરંતુ આયર્લેન્ડે ઘરઆંગણે મોટો અપસેટ સર્જીને ઈતિહાસ રચ્યો. આ પહેલી વાર છે જ્યારે આ ટીમે ભારત સામે કોઈપણ ફોર્મેટમાં મેચ જીતી છે. વિમેન્સ ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વિમેન્સ ખેલાડીઓનો વીડિયો વાયરલ
આયર્લેન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં T20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આયર્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, જોકે વેસ્ટ ઈન્ડિઝ સામેની તેમની અંતિમ મેચ હજુ બાકી છે. બધી મહિલા ખેલાડીઓ સાથે બેસીને ભારત વિરુદ્ધ આયર્લેન્ડ મેચ જોઈ રહી હતી. તેમના દેશને જીતતો જોવો તેમના માટે અદ્ભુત હતો, અને તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ક્રિકેટ આયર્લેન્ડે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર આ ક્ષણનો એક વીડિયો શેર કર્યો. અર્શદીપ સિંહ કેચ આઉટ થતાં જ બધી મહિલા ખેલાડીઓ ચીસો પાડી, ખુશીથી કૂદી પડી અને રૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
ટીમ ઈન્ડિયા બોલિંગ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ ગઈ
પહેલી મેચમાં ભારતની બોલિંગ અને બેટિંગ બંને ખરાબ રહી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 જ ઓવરમાં સતત 3 છગ્ગા ફટકાર્યા, જેનાથી કુલ 27 રન બન્યા. તેને 4 ઓવરમાં 57 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં. વોશિંગ્ટન સુંદરે ફક્ત 1 ઓવર નાખી, જેમાં 19 રન આપ્યા. હર્ષિત રાણા અસરકારક રહ્યો, તેને ચાર ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી.
ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા 7 ભારતીય બેટ્સમેન 2 આંકડા સુધી પહોંચી શક્યા ન હતા અને ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આયર્લેન્ડે 34 રનથી મેચ જીતી લીધી હતી. અભિષેક શર્માએ 20 બોલમાં 50 રનની સારી ઈનિંગ રમી હતી, પરંતુ અન્ય કોઈએ સારું પ્રદર્શન કર્યું ન હતું.
સંજુ સેમસન 5 રન, ઈશાન કિશન 1 રન અને શ્રેયસ ઐયર 3 રન બનાવીને આઉટ થયા. તિલક વર્માએ 21 બોલમાં માત્ર 19 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન 12 બોલમાં 9 રન બનાવીને આઉટ થયા. શિવમ દુબેએ લડત આપી પણ તે પણ 25 રન બનાવીને આઉટ થયો. મેથ્યુ હોલાર્ડને 3 વિકેટ લેતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા