ભારતીય ક્રિકેટ ટીમ 26 જૂનથી આયરલેન્ડ સામે બે મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમવા જઈ રહી છે. ઈન્ડિયા નેશનલ ક્રિકેટ ટીમ અને આયરલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચેની આ સિરીઝની પ્રથમ મેચ 26 જૂને જ્યારે બીજી મેચ 28 જૂને રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ નવા ચહેરાઓ અને બદલાયેલા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે.


મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે

ખાસ વાત એ છે કે આ બંને મેચો સામાન્ય રીતે સાંજે 7 વાગ્યે નહીં પરંતુ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 5:30 વાગ્યે થશે. તેથી ક્રિકેટ ફેન્સે મેચનો સમય ખાસ નોંધવો જરૂરી છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ શ્રેયસ ઐયર કરશે, જ્યારે તિલક વર્મા વાઈસ-કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.

ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન, અભિષેક શર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિરીઝ દરમિયાન યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તેના પર પણ સૌની નજર રહેશે.

2028ના T20 વર્લ્ડકપની તૈયારીઓ 

આયરલેન્ડ ટીમની કમાન Lorcan Tucker સંભાળશે. બંને ટીમો માટે આ સિરીઝ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે 2028ના T20 વર્લ્ડકપની તૈયારીઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહી છે. સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં 5 મેચની T20 સિરીઝ રમાશે. ક્રિકેટ ફેન્સ માટે આગામી દિવસોમાં રોમાંચક મેચનો ભરપૂર આનંદ મળવાનો છે.

આયર્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા. 

ભારત સામેની T20I માટે આયર્લેન્ડ ટીમ

લોર્કન ટકર (કેપ્ટન), રોસ અડાયર, બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીસ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકાર્થી, જય મૂન્ડ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન. 

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: