ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 માં ટીમ ઈન્ડિયાની સફર શાનદાર શરૂઆત થઈ છે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 64 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ મેચમાં ટીમની વાઈસ-કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી.
હવે આ ટુર્નામેન્ટ દરમિયાન જ સ્મૃતિ મંધાના પાસે બાબર આઝમનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે. સ્મૃતિ મંધાના હાલમાં શાનદાર ફોર્મમાં છે.
સ્મૃતિ મંધાના પાસે બાબર આઝમને પાછળ છોડી દેવાની તક
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સના નામે છે. કિવી દિગ્ગજ ખેલાડીએ 4720 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો બાબર આઝમ બીજા નંબરે છે. બાબર આઝમના નામે પુરુષોની T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે, તેને અત્યાર સુધીમાં 4596 રન બનાવ્યા છે.
આ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપરસ્ટાર સ્મૃતિ મંધાનાએ 167 મેચોમાં 4401 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના ફક્ત 195 વધુ રન બનાવીને બાબર આઝમને પાછળ છોડી દેશે, અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એશિયાની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. સ્મૃતિ મંધાના આગામી મેચ 17 જૂને નેધરલેન્ડ્સ સામે રમશે, જ્યાં તે વધુ એક મોટો સ્કોર કરે તેવી અપેક્ષા છે.
સ્મૃતિ મંધાના રોહિત અને વિરાટથી પણ આગળ નીકળી ગઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાત કરીએ તો રોહિત શર્મા લિસ્ટમાં ટોપ પર છે. નિવૃત્તિ લેતા પહેલા તેમને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 4,231 રન બનાવ્યા હતા. બીજા સ્થાને રહેલા વિરાટ કોહલીના 4,188 રન છે. બાબર આઝમ તાજેતરમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણું રમી રહ્યો છે. આ દરમિયાન સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયા માટે સતત રમી રહી છે. તે ટૂંક સમયમાં સુઝી બેટ્સને પાછળ છોડી શકે છે, જે સંભવિત રીતે T20 ઈન્ટરનેશનલ મેચોમાં આગળ નીકળી શકે છે.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!