મહિલા T20 વર્લ્ડ કપ 2026ના તેમના અંતિમ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડના હાથે નવ વિકેટથી કારમી હાર સાથે ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો.લંડનના ઓવલ ખાતે મળેલી હાર કિવીઓ માટે માત્ર નિરાશાજનક નહોતી,પરંતુ ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે એક ઐતિહાસિક અને સુવર્ણ યુગનો અંત પણ દર્શાવે છે.ટીમની ત્રણ મહાન ખેલાડીઓ,સોફી ડિવાઇન,સુઝી બેટ્સ અને લીઆ તાહુહુએ મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.જ્યારે આ દિગ્ગજોએ જે વિદાયની આશા રાખી હતી તે નહોતી,ત્રણેયની કારકિર્દી નોંધપાત્ર અને ઐતિહાસિક હતી.


ત્રણ દિગ્ગજોએ એકસાથે નિવૃત્તિ લીધી

સોફી ડિવાઇન,સુઝી બેટ્સ અને લીઆ તાહુહુએ આ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા તેમની નિવૃત્તિની જાહેરાત કરી.ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ ત્રણ ખેલાડીઓના આંકડા તેમની મહાનતા વિશે ઘણું બધું કહે છે. સુઝી બેટ્સ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મહાન અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે નિવૃત્તિ લઈ રહી છે. બેટ્સે તેના 370 આંતરરાષ્ટ્રીય મેચોમાં રેકોર્ડ 10,721 રન બનાવ્યા, જે એક નોંધપાત્ર રેકોર્ડ છે.

 ન્યૂઝીલેન્ડ માટે કુલ 317 મેચ રમી

પોતાની 20 વર્ષની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, સોફી ડિવાઈને ન્યૂઝીલેન્ડ માટે કુલ 317 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણીએ વનડેમાં 4279 રન અને ટી20માં 3817 રન બનાવ્યા હતા, જેમાં ઘણી મેચ જીતનારી ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તેણીએ 241 વિકેટ પણ લીધી હતી, જેના કારણે તેણી સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંની એક બની હતી. બીજી તરફ, કિવીઝની મુખ્ય ફાસ્ટ બોલર લી તાહુહુએ 207 મેચોમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૨૨૫ વિકેટ લીધી હતી.



બંને ટીમોએ સંયુક્ત રીતે 'ગાર્ડ ઓફ ઓનર' સાથે વિદાય આપી 

આ ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણને વધુ ખાસ બનાવવા માટે, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બંનેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મેદાન પર ભેગા થયા હતા. બધા ખેલાડીઓએ એક લાઇન બનાવી અને આ ત્રણ મહાન ક્રિકેટરોને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને વિદાય આપી.

અંતિમ મેચમાં અનુભવી ખેલાડીઓએ કેવું પ્રદર્શન કર્યું?

પ્રથમ બેટિંગ કરતા, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન અમેલિયા કેરે સૌથી વધુ 34 બોલમાં 42 રન બનાવ્યા. દરમિયાન, ભૂતપૂર્વ કેપ્ટન સોફી ડિવાઇન તેના છેલ્લા આંતરરાષ્ટ્રીય મેચમાં ઉત્તમ ફોર્મમાં હતી, તેણે માત્ર 14 બોલમાં ત્રણ છગ્ગા સહિત 30 રન બનાવ્યા. અનુભવી સુઝી બેટ્સે પણ સારી બેટિંગ કરી, ઇનિંગ્સના છેલ્લા બોલ પર રન આઉટ થયા પહેલા 13 બોલમાં 19 રન બનાવ્યા. જોકે, લી તાહુહુ વિકેટ વિના રહી.

આ પણ વાંચો - Team India લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાનો કરશે સામનો, જાણો પિચ કોને કરશે મદદ?


  • Follow us on: