• યુપીના ગાઝીપુરમાં 2 RPFના જવાનનો મળ્યો મૃતદેહ
  • RPFના જવાનોની હત્યા થઇ હોવાની આશંકા
  • હાલ પીએમ અર્થે મોકલીને પોલીસે શરૂ કરી તપાસ

યુપીના ગાઝીપુરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના 2 જવાનોનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ બંને જવાનોના મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

એક બિહાર અને બીજો ગાઝીપુરનો રહેવાસી

આ આખો મામલો ગહમર પોલીસ સ્ટેશન હેઠળના દિલ્હી-હાવડા રૂટના રેલવે ટ્રેકનો છે. જ્યાં ગઈકાલે સાંજે મળી આવેલા બે મૃતદેહોની ઓળખ મુગલસરાય જંક્શન પર તૈનાત આરપીએફ કોન્સ્ટેબલ તરીકે કરવામાં આવી છે. એક આરપીએફ જવાન મૃતક જાવેદ ખાનએ ગાઝીપુરનો રહેવાસી છે જ્યારે બીજો જવાન મૃતક પ્રમોદ કુમાર સિંહ બિહારનો રહેવાસી છે. પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી છે.

મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ થશે સ્પષ્ટ

મળતી માહિતી મુજબ બંને જવાન મુગલસરાયથી મોકામા ટ્રેનથી જઇ રહ્યા હતા. ઘટના સ્થળ અને મૃતદેહને જોતા પરિજનોએ હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ એક આશંકા એવી પણ છે કે ટ્રેનમાં મારપીટ દરમિયાન બંનેની હત્યા કરીને શબ ફેંકી દેવામાં આવ્યા હોય. જો કે પોલીસનું કહેવુ છે કે મૃતદેહનું પીએમ કરવામાં આવશે ત્યારબાદ જ મોતનું સ્પષ્ટ કારણ સામે આવશે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

રજા હોવાથી ઘરે આવ્યો હતો- પરિવારજન

આ અંગે પરિવારે જણાવ્યું કે 40 વર્ષી મોહમ્મદ દેવૈથા ગામનો રહેવાસી હતો. તે આરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. રજા હોવાથી ઘરે આવ્યો હતો. સોમવારે મોડી સાંજે દિલદારનગરથી ટ્રેન દ્વારા તેની પીડીડીયુ આરપીએફ પોસ્ટ પર પહોંચ્યો હતો. ત્યાંથી જાવેદ અને આરપીએફ જવાન પ્રમોદ કુમાર (36) અરરાહના રહેવાસી બપોરે 12.50 વાગ્યે ટ્રેન દ્વારા મોકામા જવા નીકળ્યા હતા. પરંતુ મંગળવારે આરપીએફ કંટ્રોલ રૂમને માહિતી મળી કે બંને ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા નથી. ત્યાર બાદ શોધખોળ શરૂ કરી તો બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. 

  • Follow us on: