અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર સામે એસઓજી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. શામળાજી નજીક આવેલા ગલીસેમરો ગામમાં એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન ગેરકાયદે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ખેતરમાંથી મળ્યા ગાંજાના 54 છોડ, કિંમત રૂ. 15.97 લાખ

મળતી માહિતી મુજબ, એસઓજી પોલીસે ગલીસેમરો ગામે રેડ કરીને ખેતરમાં ગેરકાયદે વાવેલા ગાંજાના કુલ 54 લીલા છોડ શોધી કાઢ્યા હતા. આ જપ્ત કરવામાં આવેલા છોડનું કુલ વજન 31.950 કિલોગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 15,97,000 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને નશાના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.


80 વર્ષના વૃદ્ધની ધરપકડ, સાધુએ આપ્યા હતા બીજ!

આ મામલે પોલીસે 80 વર્ષીય વૃદ્ધ રામાભાઈ ઓજાતની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, પકડાયેલા વૃદ્ધને કોઈ સાધુ પાસેથી આ ગાંજાના બીજ મળ્યા હતા, જેને તેમણે પોતાના ખેતરમાં વાવીને આ છોડ ઉગાડ્યા હતા. હાલ પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Aravalli News: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવ્યાનો આક્ષેપ, નોંધમાં ગેરરીતિની તપાસની માંગ


  • Follow us on: