અમદાવાદના ઓઢવના બિલ્ડર હિંમત રૂડાણીની ધંધાકીય હરિફાઈ અને અદાવતમાં હત્યાના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પુખ્તવયની વ્યકિત ગણી તે મુજબ, તેની વિરૂદ્ધ સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશ્યલ ચિલ્ડ્રર્ન કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી અને ટ્રાયલ ચાલશે. ચિલ્ડ્રન કોર્ટના સ્પેશ્યલ જજ એમ.પી.પુરોહિતે આ કેસમાં સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકના રિપોર્ટના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પુખ્ત વયનો ગણી તે મુજબ તેની વિરૂદ્ધ ટ્રાયલ ચલાવવા હુકમ કર્યો હતો.


જુવેનાઈલ બોર્ડ સમક્ષ જ ઇન્કવાયરી ચલાવવાનું ઠરાવતો હુકમ કર્યો હતો

મૃતક બિલ્ડર હિંમત રૂડાણીના પુત્ર દ્વારા કરાયેલી અપીલ મંજૂર રાખતા સ્પેશ્યલ ચિલ્ડ્રન કોર્ટ આ કેસનો ટ્રાયલ સગીર વિરૂદ્ધ જુવેનાઇલ બોર્ડ સમક્ષ ઈન્કવાયરી ચલાવવા અંગેના બોર્ડના હુકમને પણ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. આ મર્ડર કેસની કરપીણતા અને ગંભીરતા ધ્યાને લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ આ કિશોર વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ નહીં પરંતુ તેને પુખ્ત ગણી તેની વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી ચલાવવા મૃતક બિલ્ડર હિંમત રૂડાણીના પુત્ર ધવલ હિંમત રૂડાણી દ્વારા જુવેનાઇલ બોર્ડમાં અરજી કરવામાં આવી હતી.

ફરિયાદીએ એપેલેટ કોર્ટ એવી સ્પેશ્યલ ચિલ્ડ્રન કોર્ટ સમક્ષ હાલની અપીલ કરી હતી

જેમાં જુવેનાઈલ બોર્ડે મહેસાણા જનરલ હોસ્પિટલના કલીનીકલ સાયકોલોજીસ્ટ પાસેથી સગીરના રિપોર્ટને ધ્યાનમાં લઈ જુવેનાઈલ બોર્ડે આ સગીર વિરૂદ્ધ જુવેનાઈલ બોર્ડ સમક્ષ જ ઇન્કવાયરી ચલાવવાનું ઠરાવતો હુકમ કર્યો હતો. જુવેનાઇલ બોર્ડના આ હુકમથી નારાજ થઇ મૂળ ફરિયાદીએ એપેલેટ કોર્ટ એવી સ્પેશ્યલ ચિલ્ડ્રન કોર્ટ સમક્ષ હાલની અપીલ કરી હતી અને માગણી કરી હતી કે, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પુખ્ત વ્યકિત ગણીને તેની વિરૂદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ.

શું હતો બિલ્ડર હિંમત રૂડાણી હત્યાનો ચકચારી કેસ

ધંધાકીય અદાવત અને રૃ.૨૫ કરોડની લેતીદેતીમાં લગભગ પહેલાં પોચેક भहिना આરોપીઓએ રેકી કરી ઓઢવના બિલ્ડર હિમંત રૂડાણીને મો પર રૂમાલ દબાવી છરા વડે ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને તેમની કારની ડેકીમાં જ નાંખી કાર વિરાટનગર પાસે પાર્ક કરી દીધી હતી. આરોપી બિલ્ડર મનસુખ ઉર્ફે જેકી લાખાણીએ ધંધાકીય અદાવત અને સ્પર્ધાને લઇ હિંમત રૂડાણીનું કાસળ કાઢવા પોતે પડદા પાછળ રહી ભાકૃતિ માણસોને સોપારી આપી આ કરપીણ હત્યા કરાવી હતી. હત્યાના આ કાવતરાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ હાલના સગીરને પણ સામેલ કરાયો હતો. જેમાં આ સગીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમની વિવિધ કલમો હેઠળ ગુનો ઓઢવ પોલીસ મથકમાં નોંધાયો હતો.


આ પણ વાંચો : Sabarkantha News : સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું


  • Follow us on: