અમદાવાદમાં ગેરકાયદે ચાલતું ઇન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાતા સાયબર છેતરપિંડીનો મોટો ભંડાફોડ થયો છે. શહેરના ખોખરા વિસ્તારમાં ચાલતા આ કોલસેન્ટર પર પોલીસે દરોડો પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવવામાં આવતું
માહિતી મુજબ ઝોન 5 LCB દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોખરા વિસ્તારમાં ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.













