માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેને જોતા હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનું પ્રમાણ 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે હીટ એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે.


70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે

આ પ્લાન અંતર્ગત અમદાવાદીઓને બપોરની કાળઝાળ ગરમીમાં ટ્રાફિકમાં ઊભા ન રહેવું પડે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના મુખ્ય 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ સિગ્નલ પર લાંબો સમય થોભવું નહીં પડે, જેથી હીટસ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય.

પશ્ચિમ અમદાવાદ

  • નવરંગપુરા અને આસપાસ: નવરંગપુરા, સેન્ટ ઝેવિયર્સ, કોમર્સ છ રસ્તા, વિજય ચાર રસ્તા, દાદા સાહેબના પગલા, સ્વસ્તિક ચાર રસ્તા, સ્ટેડિયમ સર્કલ, ઈન્કમ ટેક્સ સર્કલ, ગિરીશ ચાર રસ્તા, બોડીલાઈન ચાર રસ્તા
  • ડ્રાઈવ-ઈન અને થલતેજ વિસ્તાર: ગુરુકુળ ત્રણ રસ્તા, મેમનગર (ગુલબાઈ ટેકરા), દર્પણ છ રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, સ્ટાર બજાર, જોધપુર ચાર રસ્તા, પ્રભાત ચોક
  • એસ.જી. હાઈવે અને ગોતા: સોલા ભાગવત કોમ્પ્લેક્સ, સિલ્વર સ્ટાર, NFD સર્કલ, સુરધારા સર્કલ, સાણંદ સર્કલ, ગોતા ચાર રસ્તા, સિલ્વર રેસીડેન્સી ચાર રસ્તા
  • ચાંદખેડા અને સાબરમતી: ચાંદખેડા ચાર રસ્તા, વિસાદ સર્કલ, ONGC કટ ચાર રસ્તા, ગોદરેજ ગાર્ડન સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, અચર ચાર રસ્તા, જનપથ ટી-જંકશન
  • અન્ય: વાઘ બકરી ટી લાઉન્જ, સમર્પણ સર્કલ, હરિહરાનંદ સર્કલ રિવરફ્રન્ટ, વલ્લભસદન રિવરફ્રન્ટ

પૂર્વ અમદાવાદ

  • બાપુનગર અને કૃષ્ણનગર: કૃષ્ણનગર ચાર રસ્તા, હીરાભાઈ ટાવર ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, અજીત મિલ ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા
  • મણિનગર અને ખોખરા: પુષ્પકુંજ ચાર રસ્તા, ભૈરવનાથ ચાર રસ્તા, જવાહર ચોક, આવકાર હોલ, કાંગારુ સર્કલ (ખોખરા), ખોડિયારનગર ચાર રસ્તા
  • કાલુપુર અને રખિયાલ: કાલુપુર સર્કલ, રખિયાલ ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા
  • શહેરનો મધ્ય અને દક્ષિણ ભાગ: શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, નહેરૂ બ્રિજ ચાર રસ્તા, દધિચી બ્રિજ સર્કલ, કાગડાપીઠ ટી, ભુલાભાઈ ચાર રસ્તા, ખોડિયાર મંદિર, ગીતામંદિર આસપાસના રસ્તા
  • નરોડા અને ઓઢવ તરફ: ગેલેક્સી ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, બજરંગ ચાર રસ્તા

નાગરિકો માટે સૂચનાઓ:

  • બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
  • લીંબુ પાણી, છાશ અને પુષ્કળ પાણી પીને શરીરને હાઈડ્રેટેડ રાખવું.
  • બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને સુતરાઉ કપડાં પહેરવા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણીના પરબો અને હોસ્પિટલોમાં પણ હીટસ્ટ્રોક વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.



આ પણ વાંચો - Ahmedabad News: આગ ઝરતી ગરમીની આગાહી, આગામી 7 દિવસ હીટવેવનું એલર્ટ


  • Follow us on: