વર્ષ 2023માં આરોપીની પીપળજ પાસેથી કરી હતી ધરપકડ અને 203 કિલોના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, કોર્ટે આરોપીને 18 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. Ndps કેસમાં કોર્ટે 15 સાક્ષી અને 30થી વધુ દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને દોષિત જાહેર કર્યો, વર્ષ 2023માં 26 ઓગસ્ટએ અરોપીને પીપળજ પાસેથી કરી હતી ધરપકડ, Ndps 203 કિલોના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ડાહ્યાભાઈ પટેલની ધરપકડ.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મહેનત ચાલુ રહેશે
ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા તો SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે તેવું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે.
ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ
આજે SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં NDPSના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા SMCના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.”
SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો
નોંધનીય બાબત છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad News : ઠગોએ અમદાવાદના વૃદ્ધને 3 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.9.40 લાખ પડાવ્યા