અમદાવાદમાં અસલાલી બારેજા રોડ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. એક્ટિવા ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
એક્ટિવા ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત
રોંગ સાઈડથી આવી રહેલા એક્ટિવા ચાલકે આધેડ દંપતીને ટક્કર મારી હતી જેમાં દંપતીને ગંભીર ઇજા થઇ હતી. ગંભીર રીતે ઇજા પામેલા આધેડ ભરતભાઇ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.













