અમદાવાદમાં અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે, BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો અને ઘટના સ્થળે મોત થયું છે, કેતન પંચાલ હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો હતો અને આસ્ટોડિયા તરફ બીઆરટીએસ રૂટમાં તે વાહન ચલાવતો હતો અને રેલિંગ સાથે અથડાયો ત્યારબાદ મોત થયું છે.


આસ્ટોડિયા દરવાજા પાસે BRTS કોરીડોરનો બનાવ

આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીએ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી અને મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે, અચાનક વાહન રેલિંગ સાથે અથડાયું અને કેતન પંચાલનું મોત થયું છે.

બીઆરટીએસ રૂટમાં થાય છે ઘણા અકસ્માત

આમ તો બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવી શકાતું નથી તેમ છત્તા લોકો વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે લોકોએ પણ સમજવાની જરૂર છે અને બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ના જોઈએ.


આ પણ વાંચો : Ahmedabad News : કોમર્શિયલ એકમમાં પાર્કિગને લઇ AMCની કડક સૂચના, વાહન ચાલકોને પાર્કિગ માટે ના પાડનારા એકમ સામે થશે દંડનીય કાર્યવાહી



  • Follow us on: