અમદાવાદમાં જગન્નાથ મંદિર વિસ્તારમાંથી દબાણો હટાવાશે અને મંદિર આસપાસ મોટી સંખ્યામાં બેસે છે ફેરિયાઓ, મંદિર આસપાસના તમામ ફેરિયાઓને હટાવશે મનપા અને ભદ્ર પરિસરની જેમ ખુલ્લું કરાશે જગન્નાથ મંદિર પરિસર. જગપ્રસિદ્ધ જગન્નાય મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો પોલીસની મદદ લઈને હટાવવામાં આવશે અને જગન્નાય મંદિરના એરિયાને ભદ્ર પ્લાઝાની જેમ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં તમામ વિસ્તારોમાં વાહન પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે
શહેરમાં રોડ પર વાહનો પાર્ક કરવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતી અટકાવવા માટે શહેરમાં આવેલા પંધાકીય, કોમર્શિયલ એકમોમાં વાહન પાર્ક કરવા માટેની જગ્યા હોવા છતાં કોઈપણ વાહનચાલકને વાહન પાર્ક કરવા માટે ના પાડવામાં આવશે તો તેવા કોમર્શિયલ એકમોને સીલ કરવા સહિત પગલાં લેવાનો AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકો રોડ પર વધાનો પાર્ક કરવાનું બંધ કરે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને ભદ્ર વિસ્તારની જેમ ડેવલપ કરવામાં આવશે.
શહેરમાં વાહન પાર્કિગને લઈ મોટી સમસ્યા છે
AMC દ્વારા શહેરના પ્રહલાદનગર રોડ પર અને સિંધુ ભવન રોડ પર તૈયાર કરવામાં આવેલ માટીલેવલ પાર્કિંગનો શહેરીજનો ઉપયોગ કરવાનું વધારે તે માટે પ્રયાસો કરવામાં આવશે.પાંજરાપોળ, ઈન્કમટેક્સ જેવા ૧૦૦ જેટલા ટ્રાકિક જંક્શનો બ્યુટિફિકેશન કરી ડેવલપ કરારો. સ્ટેનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. નાના મોટા પંધાકીય એકમો, કોમર્શિયલ બિલ્ડિંગ, વગેરેમાં વાહનો ધાર્ક કરી શકાય તે માટે જગ્યા બશી હોવા છતાં બહારના વાહનચાલકોને વાહન પાર્ક કરવા દેતા ન હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઠેર ઠેર રોડ સાઈડ પર મોટી સંખ્યામાં ટુ- વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.
વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમોએ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા અંગે નિર્ણય લેવાયો
પોલીસ તથા AMCની ટીમો દ્વારા વાહનો ટોઈગ કરવામાં આવતા હોવાથી વાહન ચાલકોને દંડ ભરવો પડે છે અને કફોડી સ્થિતમાં મુકાવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમ્યા હળવી કરવા માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમોએ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા અંગે નિર્ણય લેવાયો છે. આમ, કોમર્શિયલ એકમોએ બહારના વાહનચાળકોને પણ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. રહેશે. AMCની ટીમ અને પોલીસ દ્વારા કોમર્શિયલ એકમોની પિચાઈસીસમાં વાહન પાર્કિંગની જગ્યા ખાલી છે કે નહીં તે અંગે ચેકિંગ કરવામાં આવશે અને જગ્યા હોવા છતાં વાહનચાલકોને વાહન પાર્ક કરવાની ના પાડનાર કોમર્શિયલ એકમ સીલ કરવા સહિત કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં AAPની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે હાથધરી તપાસ