બાવળા–બગોદરા માર્ગ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેફામ કાર ચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી જેમાં બાઈક પર બેઠેલા બે યુવકોમાં એક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત કલ્યાણગઢ પાટિયા નજીક થયો
અન્ય વિગતો અનુસાર બંને યુવકો બગોદરા થી બાવળા તરફ જઈ રહ્યા હતા અને અકસ્માત કલ્યાણગઢ પાટિયા નજીક થયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.













