નારોલમાં કૌટુંબિક ઝઘડામાં હત્યા નિપજાવ્યાનું અનુમાન પોલીસને છે અને નારોલની બાગે કૌશર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે, સમગ્ર બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસની પકડમાં આવી જશે ટૂંક સમયમાં, હત્યાને લઈ પોલીસે પરિજનોના પણ નિવેદન લીધા છે.


હત્યામાં 3 લોકોની સંડોવણી અંગે આક્ષેપ

અમદાવાદના નારોલમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં કૌંટુંબિક ઝઘડામાં હત્યા થઈ હોવાનું અનુમાન છે, જમાઈએ આ હત્યા કરી છે અને જમાઈના ભાઈ અને માતા વિરુદ્ધ મરણજનારના પરિજનોએ આક્ષેપ કર્યા છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપી ઝડપાશે ત્યારબાદ વધુ ખુલાસા થશે.


Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાંથી PCBએ વિદેશી દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ


 

  • Follow us on: