અમદાવાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે બાવળા તાલુકાના ખીચા ગામની સીમમાં ચાલી રહેલા એક મોટા જુગારધામ પર મધરાતે ત્રાટકીને 11 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે લાખોની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, બાવળાના ખીચા ગામની સીમમાં કેટલાક શખ્સો એકઠા થઈને મોટા પાયે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસની ટીમે સાંજના સમયે આયોજનબદ્ધ રીતે સીમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને તમામ 11 ઇસમોને દબોચી લીધા હતા.













