અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મધ્યપ્રદેશના શખ્સને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટ ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપી પર અમરેલી SP દ્વારા 10000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
દોઢ વર્ષથી પોલીસને આપી રહ્યો હતો થાપ
ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી અજય ઉર્ફે વિજયો રામસિંહ, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, તે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં સંડોવાયેલો હતો. ગુનો નોંધાયા બાદ તે સતત નાસતો-ફરતો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે હાથમાં આવતો ન હતો. આથી અમરેલી SP દ્વારા તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.













