અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે ધારી-અમરેલી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીના જસાપરા પાટીયા પાસે એક એક્ટિવા અચાનક સ્લીપ થઈ જતાં તેના પર સવાર બે મહિલાઓ અને એક માસૂમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.


એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધારી-અમરેલી હાઇવે પરથી પસાર થઈ રહેલું એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા જસાપરાના પાટીયા પાસે પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, એક્ટિવા પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

108 મારફતે સારવાર

સ્થાનિક લોકોએ તુરંત જ આ ઘટનાની જાણ 108 ઇમરજન્સી સેવાને કરી હતી. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

પોલીસ કાર્યવાહી

આ ઘટનાની જાણ થતા જ ચલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વાહન પરનો કાબૂ ગુમાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. હાઇવે પર બનેલી આ ઘટનાને કારણે થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


આ પણ વાંચો - Amreli News : અમરેલીના બગસરામાં 2 જૂથ વચ્ચે અથડામણમાં 8 લોકો ઈજાગ્રસ્ત, પોલીસ થઈ દોડતી


  • Follow us on: