આણંદમાં લગ્ન પૂર્ણ થયા બાદ વર-કન્યા પક્ષે મારામારીની ઘટના બની હતી જેમાં લાકડીઓ, ખુરશીઓ વડે એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંન્ને પક્ષના 8થી વધુ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતા.
પથ્થરમારો અને મારામારીનો વીડિયો વાયરલ
આણંદમાં એક અજીબ ઘટના બની હતી જેમાં લગ્ન પૂર્ણ થતા વર-કન્યા પક્ષે મારામારીની ઘટના બની હતી અને વર-કન્યા વિદાયના બદલે પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસની સમજાવટથી વર-કન્યા પક્ષ વચ્ચે સમાધાન થયું હતુ અને સમગ્ર ઘટનામાં હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો, સમગ્ર ઘટનમાં લોકોએ એકબીજા પર ખુરશીઓ પણ ઉઠાવી હતી અને વર અને કન્યા બન્ને સામસામે બેસી રહ્યાં હતા.













