સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયા અને કોર્ટના આદેશ બાદ લાખોની સંખ્યામાં રહેલી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
29 ગુનાનો મુદ્દામાલનો નાશ કરાયો
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.













