દાહોદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસકર્મીની પત્નીએ પોતાના જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બાળકોને ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્નીએ પોતાના 7 વર્ષ અને 3 વર્ષના બે પુત્રોને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીવડાવી દીધી હતી. બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા બાદ મહિલાએ પોતે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.













