દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભાણવડ પોલીસ દ્વારા બરડા ડુંગરના દુર્ગમ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો છે. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા હજારો લીટર દારૂ બનાવવાનો કાચો માલ (આથો) કબ્જે કરવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે કોમ્બિંગ ઓપરેશન
ભાણવડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બરડા ડુંગરની અંદરની ગીચ ઝાડીઓમાં કેટલાક શખ્સો દ્વારા મોટા પાયે દેશી દારૂ બનાવવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે બરડા ડુંગરમાં પ્રોહિબિશન કોમ્બિંગ હાથ ધર્યું હતું. પહાડી વિસ્તાર હોવા છતાં પોલીસે અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.













