ગુજરાતમાં જમીન માફિયાઓ બેફામ બન્યાં છે. આ કિસ્સામાં એક પુત્રએ જમીનની લાલચમાં બોગસ દસ્તાવેજ કરી લીધો હતો. આ બાબતની જાણ થતા જ પિતાએ આરોપી પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતાં.


પિતાનું ખોટુ નામ ધારણ કરી જમીનના દસ્તાવેજ બનાવ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે દ્વારકા પાસેના બરડિયા ગામમાં પિતાનું ખોટુ નામ ધારણ કરીને પુત્રએ જમીનના બોગસ દસ્તાવેજ કરી લીધા હતાં. દ્વારકામાં રહેતા ભરતભાઈ બરાઈની બરડિયા ગામમાં જમીન આવેલી છે. આ જમીન મેળવવા જયેન્દ્ર શેઠ નામનો વ્યક્તિ રણછોડભાઈ બની ગયો હતો. તેણે રણછોડભાઈ નામ ધારણ કરીને જમીનના ખોટા દસ્તાવેજ કરી લીધા હતાં. જેની જાણ ફરિયાદીને થતા જ તેમણે પોતાના પુત્ર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને આધારે પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા

પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડી લીધા હતાં. દેવભૂમી દ્વારકા એસઓજી દ્વારા ચારેય આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જામનગરનાં જયેન્દ્ર રતિલાલ શેઠ, દ્વારકાના ચેતન માલદે ગોહેલ, બરડીયાનાં અશોક વરપા નાંગેશ થતા ગગા નાંગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


આ પણ વાંચોઃ Kheda News : ખોટી રીતે સરપંચ પદ ભોગવનાર સસ્પેન્ડેડ સરપંચનો આતંક, કાર્યકારી સરપંચ પર કર્યો હુમલો


  • Follow us on: