રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને બોર્ડર પાર કરીને આવતા લોકોના વાહન અને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દીવમાંથી ગીર સોમનાથ આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 132 કરતા વધુ લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે.


31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ચેંકિગ

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ચેંકિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 132 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 83 લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાયા છે. એટલે કે નશો કર્યા બાદ વાહન ચલાવવું. આ લોકો સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથમાં પ્રવેશ કરતા હતા. જે દરમિયાન દારૂડિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આ લોકોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દીવથી ડમ ડમ થઈ આવતા દારૂડિયાઓને ઝડપી લઈને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટના ગીર સોમનાથ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં એસપી જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના બન્ને ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌથી વધુ સંઘ પ્રદેશ દીવથી ડમ ડમ થઈ આવતા દારૂડિયાઓને ઝડપી લઈને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તના પગલે થર્ટી ફર્સ્ટની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.


આ પણ વાંચો - Gir Somnath : તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા આવ્યા, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી ગયા


  • Follow us on: