સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં ચકચાર જગાવનાર સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ઈડર સેશન્સ કોર્ટ દ્વારા આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બડોલી વિસ્તારની સગીર વયની દીકરી સાથે હેવાનિયત આચરનાર આરોપી મનુ ગોવિંદ ઠાકોરને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજા સંભળાવતા કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી વિગતો અનુસાર, બડોલી વિસ્તારમાં રહેતી એક સગીરાનું મનુ ઠાકોર નામના શખ્સે અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપીએ સગીરા પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

કોર્ટનો કડક ચુકાદો

આ કેસ ઈડરની ખાસ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપી મનુ ઠાકોરને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા અને 1,35,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી મહિલાઓ અને બાળાઓ વિરૂદ્ધના ગુના આચરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Sabarkantha News: ખાનગી રિસોર્ટમાં મોંઘીદાટ ખાણીપીણી વચ્ચે હિંમતનગર પાલિકાનું બજેટ રજૂ કરાયુ


  • Follow us on: