સાબરકાંઠાના વડાલીમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ કરવામાં આવી છે. વીજ બિલની ઉઘરાણી કરતા વીજ કંપનીના સ્ટાફને ધમકી આપી હતી. વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપવા માટે આ ટીમ ગઈ હતી. આરોપીઓએ આ ટીમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માથાભારે શખ્સે આ ટીમના કામમાં અવરોધ ઉભો કર્યો હતો. વડાલી પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અસામાજિક તત્વોના ડરથી UGVCL દ્વારા ફરિયાદ

સાબરકાંઠાના વડાલીમાં અસામાજિક તત્વોના ડરથી UGVCL દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. બાકી નીકળતા વીજ બિલના નાણાની ઉઘરાણી કરતા માથાભારે શખ્સ આ ટીમ પર ઉશ્કેરાઈ ગયો હતો. હોટેલનું વીજબિલ બાકી નીકળતા આ ટીમ કનેક્શન કાપવા માટે નીકળી હતી. હસીમુલ્લાખાન નામના શખ્સ સામે આ ટીમ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે. આરોપીએ યુજીવીસીએલની ટીમને ધાકધમકી આપી હતી. વડાલી પોલીસે માથાભારે શખ્સ સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Gujarat News:રાજ્યનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર સરકારે 22440 કરોડ વ્યાજ ચૂકવ્યુ


  • Follow us on: