સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકાનો વિવાદ સામે આવ્યો છે. પાલિકામાં રજૂ થતા બજેટની સભા એક મોંઘાદાટ રિસોર્ટમાં યોજવામાં આવી છે. હિંમતનગરથી 35 કિ.મી દૂર રિસોર્ટમાં સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકાના કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રિસોર્ટમાં હાજર થયા હતાં. પાલિકા પ્રમુખ પણ ખાનગી રિસોર્ટમાં હાજર રહ્યા હતાં. આ રિસોર્ટમાં એક દિવસનું રોકાવાનું ભાડુ 28 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.


પાલિકા પ્રમુખ પણ ખાનગી રિસોર્ટમાં હાજર

હિંમતનગર નગર પાલિકાના સત્તાધિશોએ પ્રજાના પરસેવાના પૈસાને ધુમાડાની જેમ ઉડાવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં આજે બજેટની સામાન્ય સભા યોજાઈ છે. જેમા કર્મચારીઓથી લઈને ચૂંટાયેલા કોર્પોરેટરો પણ હાજર રહ્યાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ રિસોર્ટનું એક દિવસનું ભાડુ 28 હજારથી વધુ છે. મોંઘીદાટ ખાણીપીણી અને રોકાણ વચ્ચે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરસેવકોએ પ્રજાના મહેનત અને પરસેવાના પૈસાથી મોંઘા મેવા અને ખાણીપીણીની મોજ માણી હતી. હાલમાં આ હાઈપ્રોફાઈલ બજેટ સભાને લઈને સવાલો ઉભા થયાં છે. હાઈપ્રોફાઈલ બજેટનો ખર્ચ કોણ ઉઠાવશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરે છે સરકાર તેમને સિસ્મોલોજી વિભાગમાં સમાવશે? કોંગ્રેસનો સવાલ


  • Follow us on: