ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના નામની ચર્ચા શરૂ થઈ હતી. આજે સિસ્મોલોજી વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ અંબાલાલ પટેલના નામની ચર્ચાઓ કરી હતી. આગાહીકાર અંબાલાલ પટેલને લઈને ચર્ચા થતાં સમગ્ર ગૃહમાં કુતૂહલ સર્જાયું હતું.
મોટો ભૂકંપ આવશે તેવી જાણકારી આપી શકે છે
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સિસ્મોલોજી વિભાગની ચર્ચા દરમિયાન અંબાલાલ પટેલનું નામ લીધું હતું. તેમણે કહ્યું હતું કે, સિસ્મોલોજી વિભાગ ભૂકંપની તિવ્રતાની જાણકારી આપે છે. મોટો ભૂકંપ આવશે તેવી જાણકારી આપે છે. બીજી તરફ રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સિસ્મોલોજી વિભાગ પહેલા આગાહી કરે છે. તેમની આગાહી વિભાગ કરતાં સાચી ઠરે છે.













