ખેડાના ડાકોરમાં ચાલુ કારે દારુની મહેફિલ માણી હોવાની વાત સામે આવી છે, હાથમાં નબીરો બિયરનું ટીન લઈને કારમાં બેઠો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ડાકોરના નેશ ગામનો આ વીડિયો છે જેમાં ચાલુ કારે દારુની મહેફિલ નબીરાઓએ માણી હોવાની વાત સામે આવી છે.


ચાલુ કારે બિયરની મહેફિલ માણી નબીરાઓએ

ખેડાના ઠાસરાના ડાકોરમાં ચાલુ કારે દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થયો છે અને ઠાસરાના નેશ ગામનો આ વીડિયો વાયરલ થયો હોવાની વાત સામે આવી છે, ઠાસરાના આ પીધેલાઓએ દારૂબંધીની પોલ ખોલી નાખી છે અને એક નાગરિકે આ વીડિયો વાયરલ કર્યો છે, ખુલ્લે આમ વેચાતા અને પીવાતા દારૂથી પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ અને ડાકોર પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો અને દારૂડીયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

13 ફેબ્રુઆરીએ કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

ચકલાસી પોલીસે મહોળેલ ગામની ઇન્દિરાનગરીમાંથી વિદેશી દારૂની 23 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે વડતાલ પોલીસે કંજરીમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરતાં શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. આ બંને બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો : Gujarat Police : ગુજરાતના DGP કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે, ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે



  • Follow us on: