પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ હેઠળની અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસ દ્વારા અંજાર ટાઉન વિસ્તારમાં આવેલા મોમાઈનગર અને નવા નગર વિસ્તારમાં બે અલગ-અલગ સફળ રેડ કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક લક્ઝરી કાર સહિત કુલ રૂપિયા 685150નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


પ્રથમ કેસ : મોમાઈનગર વિસ્તાર

પોલીસે અંજારના મોમાઈનગર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય આરોપી થારૂભા લખુભા ગઢવીના કબ્જામાંથી વિદેશી દારૂની 12 નંગ મોટી બોટલો જેની કિંમત 14400 અને 180 મીલીની 94 નંગ નાની બોટલો જેની કિંમત 27550 રૂપિયા મળી કુલ રૂપિયા 41950નો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

બીજો કેસ: નવા નગર વિસ્તાર અને કાર જપ્ત

બીજી કાર્યવાહીમાં પોલીસે નવા નગર વિસ્તારમાંથી વિદેશી દારૂની 19 બોટલો (કિંમત રૂપિયા 20200) અને 180 મીલીની 88 બોટલો (કિંમત રૂપિયા 23000) કબ્જે કરી હતી. આ સાથે જ ગુનામાં વપરાયેલી સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજિ. નં. GJ 12 EE 2856), જેની કિંમત રૂપિયા 600000 આંકવામાં આવી છે, તેને પણ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી છે.

અંજાર પોલીસે આ બંને કેસમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Kutch News: કંડલા હાઈવે પર ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત


  • Follow us on: