સરહદી જિલ્લા કચ્છમાં ગેરકાયદે હથિયારો રાખતા લોકો વિરૂદ્ધ પોલીસની ઝુંબેશ તેજ બની છે. ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે કાર્યવાહી કરીને નાના વરનોરા ગામની સીમમાંથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો છે.
સમગ્ર ઘટનાની વિગત
ભુજ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નાના વરનોરા ગામની સીમમાં એક વ્યક્તિ હથિયાર સાથે ફરી રહ્યો છે. પોલીસે રેડ કરીને સુલતાન સુમાર મેર નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી એક સિંગલ બેરલ દેશી બંદૂક મળી આવી હતી.













