કચ્છના રાપર શહેરમાંથી એક યુવકના અપહરણની સનસનીખેજ ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત યુવકને હેમખેમ મુક્ત કરાવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
અદાવતનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભોગ બનનાર યુવકે આરોપી પૈકીના એકની બહેનને મોબાઈલ ફોન પર મેસેજ કર્યો હતો. આ બાબતની દાઝ રાખીને આરોપીઓએ યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. અદાવત રાખીને ચાર શખ્સોએ ભેગા મળી યુવકનું અપહરણ કર્યું અને તેને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા.













