કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં આવેલી જાણીતી ‘નંદની આઈસ્ક્રીમ’ પાર્લર પર ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ મળી આવતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
વિવિધ આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગની ટીમે નંદની આઈસ્ક્રીમમાં વેચાતા વિવિધ ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ શંકાસ્પદ જણાતા વિવિધ આઈસ્ક્રીમના નમૂના લીધા હતા, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂના ફેઈલ જશે, તો સંચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.













