કચ્છના નખત્રાણામાં ક્રિકેટ ટુર્નામેન્ટના બહાને ખેલાડીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગબાજ પ્રજ્ઞેશ નામના શખ્સે વડોદરામાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની લાલચ આપી નખત્રાણાના અનેક યુવાનોને જાળમાં ફસાવ્યા હતા. તેણે દરેક ખેલાડી દીઠ રૂપિયા 30,000 જેવી માતબર રકમ રજિસ્ટ્રેશન અને અન્ય સુવિધાઓના નામે ઉઘરાવી હતી. આમ, કુલ રૂપિયા 7.50 લાખ જેટલી રકમ એકઠી કર્યા બાદ આ ઠગબાજ તમામ પૈસા લઈને રફુચક્કર થઈ ગયો છે.


ઠગબાજ પ્રજ્ઞેશ રફુચક્કર

આ ઘટનાને પગલે છેતરાયેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટના બહાને પૈસા ઉઘરાવ્યા બાદ પ્રજ્ઞેશે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને કોઈ પણ સંપર્ક ન રહેતા યુવાનોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. રમતગમત પ્રત્યે રુચિ ધરાવતા યુવાનોના સપના અને વિશ્વાસ સાથે ખીલવાડ કરનાર આ ઠગબાજ વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો અન્ય રમતપ્રેમીઓ માટે પણ લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો : Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે

  • Follow us on: