સીમાવર્તી કચ્છ જિલ્લામાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ સતર્ક બની છે. ગાગોદર પોલીસની ટીમે બાતમીના આધારે ચિત્રોડ નેશનલ હાઈવે પર આવેલી એક હોટેલમાં દરોડો પાડીને નશીલા પદાર્થ પોસ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે હોટેલમાં રેડ
ગાગોદર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ચિત્રોડ નેશનલ હાઈવે પર આવેલી એક હોટેલમાં માદક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી થઈ રહી છે. પોલીસે તુરંત જ હોટેલ પર રેડ કરી તપાસ હાથ ધરતા ત્યાંથી પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મોહિત ઉર્ફે મીતુ સતબીર જાટ (રહે. ચિત્રોડ, તા. રાપર, મૂળ રહે. જિંદ, હરિયાણા) નામના શખ્સની અટકાયત કરી છે.













