અરવલ્લી જિલ્લાના મોડાસા-સાયરા રોડ પર ગત 19 તારીખે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલવામાં જિલ્લા એલ.સી.બી. (LCB)ને મોટી સફળતા મળી છે. ટ્રાન્સપોર્ટની ટ્રક રોકીને 1.10 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર 6 લૂંટારુઓ પૈકી 5 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જોકે, આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 19 તારીખે મોડાસાના સાયરા પાસે એક ટ્રાન્સપોર્ટની ટ્રક પસાર થઈ રહી હતી. આ દરમિયાન લૂંટારુઓએ ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કર્યો હતો અને 'ટ્રક ચેક કરવાનો છે' તેમ કહી તેને ઉભી રખાવી હતી. ટ્રક ઉભી રહેતા જ 6 જેટલા શખ્સોએ આતંક મચાવી ટ્રકમાંથી 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીના દાગીના સહિત કુલ 1.10 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ટ્રક માલિકે આ અંગે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.













