અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે અને હરિપુરા ગામે વરઘોડામાં ગયેલા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો રહતો, જૂની અદાવતમાં લગ્નના વરઘોડામાં બબાલ બાદ હત્યા કરવામાં આવી છે, પહેલા સમાધાન કર્યુ અને ત્યારબાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો
અરવલ્લીના ભિલોડામાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે, અને બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા મોત થયું છે, હરિપુરા અને કાળી ડુંગરીના 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસની શરૂઆત કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમાધાન કર્યા બાદ આરોપીઓએ રેકી કરી હતી અને માર માર્યો હતો.













